વડોદરા નજીક શિનોરના અવાખલ નજીક ટેમ્પો પલ્ટી મારતા ર૬ ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,વડોદરા રાજયમાં અકસ્મતાનો સિલસિલો યથાવત હોય તેમ ૮ ફેબ્રુઆરીએ વડોદરાના પાનેથા ગામના માણસો પોતાના સગાને ત્યાં બેસણામાં જવા માટે ટેમ્પો લઇ કુરાલી ગામે ગયા હતા. તે દરમ્યાન શિનોરના અવાખલ પાસે ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં કુલ ર૬ વ્યકિત ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮,પોલીસ
 
વડોદરા નજીક શિનોરના અવાખલ નજીક ટેમ્પો પલ્ટી મારતા ર૬ ઇજાગ્રસ્ત

અટલ સમાચાર,વડોદરા

રાજયમાં અકસ્મતાનો સિલસિલો યથાવત હોય તેમ ૮ ફેબ્રુઆરીએ વડોદરાના પાનેથા ગામના માણસો પોતાના સગાને ત્યાં બેસણામાં જવા માટે ટેમ્પો લઇ કુરાલી ગામે ગયા હતા. તે દરમ્યાન શિનોરના અવાખલ પાસે ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેમ્પો પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં કુલ ર૬ વ્યકિત ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮,પોલીસ વાન અને ખાનગી વાહનોની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા શિનોર પોલીસે ધટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરી હતી.