ઉત્તર ગુજરાતના આ IPS એક નહી હજારો સલામીના હકદાર

અટલ સમાચાર, મહેસાણા, ડીસા ગુજરાત પોલીસમાં બનાસકાંઠા આઈ.પી.એસ. પ્રદિપ સેજુળનું નામ ખૂબ જ માનનીય અને પ્રતિષ્ઠિત અધિકારી તરીકે લેવામાં આવે છે. જિલ્લામાં માર્ગ અકસ્માત, દારુબંધી, પોલીસ જવાનોની કામગીરી સહિત અનેક કાયદાની અમલવારી પરના સચોટ નિદર્શનની રાજ્યમાં ખૂબ જ પ્રશંસા થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ફરિયાદીને પોલીસ રક્ષક હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. દૈનિક નોંધાઈ રહેલી
 
ઉત્તર ગુજરાતના આ IPS એક નહી હજારો સલામીના હકદાર

અટલ સમાચાર, મહેસાણા, ડીસા

ગુજરાત પોલીસમાં બનાસકાંઠા આઈ.પી.એસ. પ્રદિપ સેજુળનું નામ ખૂબ જ માનનીય અને પ્રતિષ્ઠિત અધિકારી તરીકે લેવામાં આવે છે. જિલ્લામાં માર્ગ અકસ્માત, દારુબંધી, પોલીસ જવાનોની કામગીરી સહિત અનેક કાયદાની અમલવારી પરના સચોટ નિદર્શનની રાજ્યમાં ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.

ઉત્તર ગુજરાતના આ IPS એક નહી હજારો સલામીના હકદારબનાસકાંઠા જિલ્લામાં ફરિયાદીને પોલીસ રક્ષક હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. દૈનિક નોંધાઈ રહેલી ફરિયાદો માટે જિલ્લા કંટ્રોલરુમ મારફતે ભોગ બનનારને ફોન કરી વિવેકાતા પૂર્વક પૂછવામાં આવી રહ્યું છે કે, ભાઈ તમને અમારા પોલીસ સ્ટાફ કે કોઈ અધિકારી તરફથી કોઈપણ પ્રકારની તકલીફ તો નથી પડી ને? તમારી સાથે અમારી પોલીસે કેવા પ્રકારનો વ્યવહાર કર્યો છે? તેમજ કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું છે કે નહી? આવું ખુદ પોલીસ દ્વારા કહેવામાં આવતા ફરિયાદી પણ અચરજ પામી રહ્યા છે. કેમકે આવું જિલ્લામાં પ્રથમ વખત બની રહ્યું છે.

ઉત્તર ગુજરાતના આ IPS એક નહી હજારો સલામીના હકદારઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા એસ.પી.નો તાજેતરમાં એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો. જે વિડીયોમાં પ્રદિપ સેજુળ માર્ગ અકસ્માત પર વાત કરી રહ્યા હતા. જેમાં હેલમેટ પહેરવાથી થતા ફાયદા પરિવારનું ઉદાહરણ આપી મનનીય માર્ગદર્શન આપ્યું હતું. આજે પણ આ વિડીયો લોકોમાં લોકપ્રિય બની રહ્યો છે. તેઓ શ્રેષ્ઠ અધિકારીનું ઉદાહરણ પુરુ પાડતા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. અને શ્રેષ્ઠ અધિકારીની છાપ છોડી રહ્યા છે.

જિલ્લામાં સૌ માટે એક સરખો કાયદો

જ્યારથી એસ.પી.એ જિલ્લામાં બાજી સંભાળી છે, ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં હેલમેટ ફરજીયાત છે. જેની શરુઆત સૌપ્રથમ ખાખીધારી જવાનોથી શરુઆત કરી છે. જો કોઈપણ પોલીસ જવાન હેલમેટ પહેર્યા વિના એસ.પી.ના નજરે ચડી જાય તો તુરંત જ કાયદાનો મજબૂત પાઠ ભણાવાઈ રહ્યો છે. જેથી આમ પ્રજાને સૌ માટે એક સરખો કાયદો હોવાનો અનુભવ થઈ રહ્યો છે.

પત્નિ પણ આઈપીએસ અધિકારીઃગુજરાતના લેડી દબંગ

ઉત્તર ગુજરાતના આ IPS એક નહી હજારો સલામીના હકદારપ્રદીપ સેજુળના ધર્મપત્ની શોભા ભુતડા પણ ગુજરાતમાં આઈપીએસ અધિકારી છે. જેઓ ગુનાખોરી પ્રત્યે અત્યંત કડક હોવાથી કાયદો તોડનાર હજારો કિ.મી. દૂર રહેવામાં જ પોતાની ભલાઈ માને છે. આશારામના પુત્ર નારાયણ સાંઈનો દુષ્કર્મ સહિતના અનેક મોટા કેસોની તપાસ આ અધિકારીના પત્ની કરી ચુક્યા છે. આ પતિ-પત્ની ગુજરાત પોલીસનું માથુ ઉંચુ રાખવામાં મહત્વનો રોલ અદા કરી રહ્યા છે.