મહેસાણા જિલ્લાના રાજપૂતોનું ઉત્થાન કરનાર ત્રણ પ્રતિભાશાળી વ્યક્તિત્વ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ અને મહે.જિલ્લા રાજપૂત મહિલા મંડળ દ્વારા 26મી જાન્યુઆરીના વ્યસનમુક્તિ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને યુવાઓને જાગૃત કરી વ્યસન છોડાવવા માટેના અભિગમમાં ઉપસ્થિતો સાૈને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સામાન્ય લાગતા આ કાર્યક્રમો થકી જ સમાજનુ સાચુ ઉત્થાન કરી શકાય છે. જે પરથી આજે રાજપૂત સમાજને મહેસાણા જિલ્લામાં ઓળખ અપાવનાર
 
મહેસાણા જિલ્લાના રાજપૂતોનું ઉત્થાન કરનાર ત્રણ પ્રતિભાશાળી વ્યક્તિત્વ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજ અને મહે.જિલ્લા રાજપૂત મહિલા મંડળ દ્વારા 26મી જાન્યુઆરીના વ્યસનમુક્તિ કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને યુવાઓને જાગૃત કરી વ્યસન છોડાવવા માટેના અભિગમમાં ઉપસ્થિતો સાૈને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સામાન્ય લાગતા આ કાર્યક્રમો થકી જ સમાજનુ સાચુ ઉત્થાન કરી શકાય છે. જે પરથી આજે રાજપૂત સમાજને મહેસાણા જિલ્લામાં ઓળખ અપાવનાર નીચેના લેખમાં દર્શાવેલ લોકોની ઓળખ કરવવા અમારે પણ મજબૂર બનવું પડ્યું.

મહેસાણા જિલ્લાના રાજપૂતોનું ઉત્થાન કરનાર ત્રણ પ્રતિભાશાળી વ્યક્તિત્વ
વ્યસનમુક્તિ કાર્યક્રમ અંતર્ગત મહિલા સંગઠન સાથેની તસ્વીર

મૂળ મુદ્દાની પર આવી વાત કરીએ તો રાજપૂત સમાજમાં ચાલી રહેલ કુ-રિવાજો, વ્યસન, શિક્ષણનુ પ્રમાણ જેવી બાબતો ઉપર મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજનું ગઠન થયું ત્યારથી લઈ આજ સુધી સતત મનોમંથન કરી આવી બાબતોને નાબૂદ કરી રહ્યા છે. આ સંગઠનના પ્રમુખ નટવરસિંહ પરમાર, મહામંત્રી વિજયસિંહ ચાવડા અને દિલીપસિંહ જાડેજાના અથાગ્ પ્રયત્નો થકી આજે તેમના સંપર્કમાં આવનાર તેમજ માર્ગદર્શન હેઠળ સમાજના યુવાઓએ કબૂલ્યું હતું કે દરેક સમાજને આવા ઉમદા વ્યક્તિઓ મળી રહે તો સમાજની મોટાભાગની સમસ્યાઓ પર પૂર્ણવિરામ મૂકાવી શકાય.

રાજપૂત સમાજને મહેસાણા જિલ્લામાં ઓળખ અપાવવા મથામણ આદરી

જિલ્લાના અલગ-અલગ નાના-નાના કેટલાય સંગઠનો પોત-પોતાની રીતે ચાલી રહ્યા હતા. આવા સમયે આ સમાજના ઉપરોક્ત ત્રણ મહાનુભાવોની સમાજને આગળ લઈ જવાની શુધ્ધ નિષ્ઠાથી મનોમંથનમાં વિચાર્યું જો આમને આમ રહ્યું તો રાજકીયહિત ધરાવતા તત્વો લાભ ખાટી જશે માટે એક નેજા હેઠળ સમાજને એક કરવામાં આવે. બાદમાં થયું પણ એવું અને એક બાદ એક વિવિધ સંગઠનોના કર્તાહર્તા સાથેની ચર્ચા-વિમર્શ બાદ સમગ્ર સમાજ ભેગો થયો. જેથી જિલ્લાના દરેક કાર્યો ભેગા મળી કરવા લાગ્યા. જેના ફળસ્વરુપે બધા એકબીજાના સહયોગમાં આવ્યા. નાના-મોટા કાર્યક્રમો કરાયા જેમાં સાૈ પ્રથમ શિક્ષણ ઉપર ભાર મુકવામાં આવ્યો. અને અનેક યુવાઓએ યોગ્ય માર્ગદર્શનથી નોકરી, વ્યવસાયમાં સફળતા પણ મેળવી.

મહેસાણા જિલ્લાના રાજપૂતોનું ઉત્થાન કરનાર ત્રણ પ્રતિભાશાળી વ્યક્તિત્વ
બુલેટ પર પ્રથમ વિજયસિંહ ચાવડા, પાછળ સવાર થયેલ નટવરસિંહ પરમાર

પછાત ગામડાઓમાં જઈ જાગૃતિ કેળવવાનુ ભગીરથ કાર્ય શરુ કરાયું

ક્ષત્રિય યુવક સંઘ જેવા સંગઠનનું માર્ગદર્શન લઈ વિવિધ ગામડાઓમાં કાર્યક્રમો, પ્રસંગો કે આકસ્મિક મુલાકાત લઈ સામાજિક કુ-રિવાજોને દૂર કરવા ભલામણ કરી. યુવાઓને નોકરી-ધંધામાં મદદરુપ બનવાનું શરુ કરાયું. જેથી કરી લોકોમાં વિશ્વાસ વધુ દ્રઢ બનતો ગયો.

વિવિધ યોજનાઓ માટે સોશ્યલ મિડીયાનો ઉપયોગ સફળ સાબિત થયો

દરેક માહિતી સાૈ કોઈની પાસે હોતી નથી જેથી કરી મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજનું એક વોટ્સએપ અને ફેસબુક ગ્રુપનો સહારો લીધો. આ ગ્રુપ દ્વારા માહિતીનું આદાન-પ્રદાન કરવામાં ઝડપ આવી. આમ તો સરકારી યોજનાઓ વહીવટીતંત્રએ લોકો સુધી પહોંચાડવાની હોય છે પરંતુ આ સંગઠને જિલ્લાના વંચિત લોકોને સરકારી યોજનાઓ પણ પહોંચાડવા તેમજ લાભ લેવા શોશ્યલ મિડીયાના સહારે સફળતા મેળવી.

મહેસાણા જિલ્લાના રાજપૂતોનું ઉત્થાન કરનાર ત્રણ પ્રતિભાશાળી વ્યક્તિત્વ
દિલીપસિંહ જાડેજા

સમાજની મહિલાઓને સાથે લઈ મહિલા ઉત્થાનમાં સહભાગી

સમાજની કેટલ જાગૃત બહેનો દ્વારા સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ અને મહિલાઓના ઉત્થાનમાં કાર્યરત હતા જ. પરંતુ મહેસાણા જિલ્લા યુવા સંગઠન અને મહેસાણા જિલ્લા રાજપૂત મહિલા મંડળ એક સાથે રહી વ્યસનમુક્તિ, બચતખાતા, યુવા કાર્યક્રમો થકી સમાજને જાગૃત કરી રહ્યા છે. મહિલાઓની કાર્યપ્રણાલીથી નક્કી થઈ રહ્યું છે કે આવનારા સમયમાં રાજપૂત સમાજ એક બની નવી ઉંચાઈઓ સર કરશે.

નામ નહી કામમાં માનવાવાળા ત્રણેય અગ્રણીઓથી રાજકીય હિત ધરાવનારા ભાગ્યા

આ સમાજના અગ્રણીઓએ રાજકારણથી પર રહી નક્કી થયું કે સમાજના કામ પર જ ધ્યાન આપવું. જેથી સમાજના યુવા ભાઈઓ-બહેનો વધુને વધુ નજીક આવતા ગયા. એકબીજાના પરિચય દ્વારા સંગઠનમાં રાજકીય, વ્યવસાયિક, અધિકારીઓ અને ખેડૂતોનો મોટો સહયોગ સાંપડ્યો. જેથી સાૈ ભેગા મળી દૂધનું દૂધ અને પાણીનું પાણીની પરખ કરવા લાગ્યા. જેથી  રાજકીય હિત ધરાવતા કેટલાક લોકો આમનાથી કાૈંસો દૂરથી સલામી આપવા માંડ્યા. આજે પણ આ મહાનુભાવો અન્ય સમાજમાંથી આવતા સન્માનથી પણ દૂર રહે છે. સમાજના આગ્રહને માન આપી સ્ટેજ પર સ્વાગત કરવું કરાવવું થાય અને તે પણ એક પાયાના કાર્યકરની જેમ. પરંતુ જાણવા મળ્યા મુજબ ભાષણો આપતા આ ત્રણેય મહાનુભાવોને સમાજના લોકોને જોયા હોય તેવું ભાગ્યે જ બને.

મહેસાણા જિલ્લાના રાજપૂતોનું ઉત્થાન કરનાર ત્રણ પ્રતિભાશાળી વ્યક્તિત્વસમાજની માંગને વર્ષો બાદ આ સંગઠને પૂરી કરી

મહેસાણાનું નામ પડ્યું એવા મેસાજી ચાવડાની મૂર્તિ શહેરમાં તો ઠીક ક્યાંય ખૂણે-ખાંચળે પણ દેખાતી ન હોવાથી સમાજમાં ભારે નારાજગી પ્રવર્તતી હતી. છેવટે મહેસાણા જિલ્લા યુવા રાજપૂત સમાજની સાથે ક્ષત્રિય યુવક સંઘ દેમજ સમાજના જ અન્ય સંગઠનોએ મજબૂત રજૂઆત પાલિકાથી લઈ રાજ્ય સરકાર સુધી મુકી. હવે મજબૂત બનેલ આ સમાજને યોગ્ય રીતે પારખી ચુકેલા પાલિકાના સભ્યથી લઈ મંત્રીઓએ ચટને ફટ કામ હાથમાં લઈ મહેસાણા નગરપાલિકાના ખર્ચે મેસાજીની પ્રતિમાને મર્યાદિત માસમાં શહેરના વચ્ચોવચ તોરણવાળીચોકમાં સ્થાપિત કરવામાં આવી. જેથી કરી જિલ્લાથી લઈ ગુજરાત અને દેશમાં સમાજે એક શસક્ત સમાજ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી.

પાયાના કાર્યકરથી લઈ આર્થિક મદદમાં હંમેશા સહયોગ

આ સંગઠનમાં જરુરીયાત મુજબ નાનાથી લઈ મોટા સાૈ શ્રમસેવા અને આર્થિક મદદગારી કરવામાં પાછીપાની કરતા નથી. સમાજની માંગ મુજબ યથાયોગ્ય મદદરુપ બની આગળ ધકેલવા કટિબધ્ધ બની રહ્યા છે. રાજપૂત સમાજના આ ત્રણેય  નટવરસિંહ પરમાર, વિજયસિંહ ચાવડા અને દિલીપસિંહ જાડેજા નામ પ્રમાણે દેહ જુદા છે. પરંતુ વાત જ્યારે સમાજની આવે ત્યારે એક બનીને કામ કરતા સમાજના એક બ્રિગેડીયરની ભૂમિકા અદા કરી રહ્યા છે. જેમણે સંયુક્ત રીતે જણાવ્યું હતું કે તેઓ જીવશે ત્યાં સુધી કર્મ, મન અને વચનથી સમાજનું ઉપર લઈ જવાના કાર્યો સાથે જોડાયેલા રહીશું.