આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

ભાવનગરના 24માં શાસક તખતસિંહજીનું અવસાન થતાં તેમનાં પુત્ર ભાવસિંહજી બીજા ગાદીએ આવ્યાં હતાં. તેઓએ રાજકોટની રાજકુમાર કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે સુધારાવાદી શાસક તરીકે નામ મેળવ્યું અને તેમના પિતા તખતસિંહજી દ્વારા શરૂ કરેલા આધુનિકીકરણ અને વિકાસના કાર્યક્રમો ચાલુ રાખ્યા.

તેમણે ધોળાથી કોર્ટ આલ્બર્ટ વિક્ટર સુધીની રેલ્વે, નવા રસલ્તા અને 94 તળાવો બંઘાવ્યા હતા. સિંચાઈની સગવડતાં વધારવા તેમણે સિહોરનું રામધારીનું તળાવ અને ભામદાડનું મનહર તળાવ રૂપિયા 5 લાકનાં ખર્ચ બંધારવ્યા હતાં.

01/04/1902 નાં રોજ ભાવનગર દરબાર સેવિંગસ બેન્ક શરૂ કરી હતી જે આઝાદી પછી તેનુ નામ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર કરી નાખવામાં આવ્યું હતું. ઈ.સ. 1919માં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ દારૂબંધી તેમણે ફરમાવી હતી.

ભાવનગરમાં પહેલી કાર 1903માં તેઓ લાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદમાં 1910માં પહેલી કાર અંબાલાલ સારાભાઈ ને ત્યાં આવી હતી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code