આજે વિશ્વ વિરાસત દિન, યુવાનો પોતાના જ ગામની વિરાસતો જાણી શક્યા નથી

અટલ સમાચાર, ડેસ્ક 18મી એપ્રિલના રોજ વર્લ્ડ હેરીટેજ ડે એટલે કે વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરવામાં આવે છે. માનવજાતની સહિયારી વિરાસત માટે જાળવણી અને સુરક્ષા અનિવાર્ય છે. આથી લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ રૂપે વર્લ્ડ હેરિટેજ ડે ની ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા દુનિયામાં સાંસ્કૃતિક અથવા ભૌતિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતા સ્થાનોને વર્લ્ડ હેરીટેજ
 
આજે વિશ્વ વિરાસત દિન, યુવાનો પોતાના જ ગામની વિરાસતો જાણી શક્યા નથી

અટલ સમાચાર, ડેસ્ક

18મી એપ્રિલના રોજ વર્લ્ડ હેરીટેજ ડે એટલે કે વિશ્વ વિરાસત દિવસની ઉજવણી કરવામાં આવે છે.

માનવજાતની સહિયારી વિરાસત માટે જાળવણી અને સુરક્ષા અનિવાર્ય છે. આથી લોકોમાં જાગૃતિ લાવવા માટે વિશેષ રૂપે વર્લ્ડ હેરિટેજ ડે ની ઉજવણી કરવામાં આવે છે. યુનેસ્કો દ્વારા દુનિયામાં સાંસ્કૃતિક અથવા ભૌતિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવતા સ્થાનોને વર્લ્ડ હેરીટેજ સાઇટ્સ તરીકે જાહેર કરવામાં આવે છે. જોકે ભારત અને ગુજરાતના અનેક ગામોની વિરાસતોની જાળવણી સાથે જાગૃતિ લાવવા સરકાર નિષ્ફળ નિવળી રહી છે.

કોઈપણ સ્થળને હેરીટેજ સાઇટ્સ તરીકે જાહેર કરવાથી તેની જાળવણી માટે સ્થાનિક સરકાર દ્વારા અને યુનેસ્કો દ્વારા વિશેષ ખ્યાલ રાખવામાં આવે છે. વિશ્વ વિરાસત દિવસ નિમિત્તે આપણે આપણી ભારતીય સાંસ્કૃતિક ધરોહરને સુરક્ષિત અને સ્વચ્છ રાખીએ એવો સંકલ્પ કરવો જોઈએ. સૌથી મહત્વની બાબત સામે આવી છે કે, ગુજરાતના અનેક ગામડાઓમાં આવેલા પૌરાણિક સ્થળોની જાળવણી થઈ શકી ન હોવાથી આજના યુવાનો પણ પોતાના જ ગામની વિરાસતો જાણી શક્યા નથી.