દુર્ઘટના@અમરેલી: ટ્રક-કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 4 લોકોના મોત, 3 ગંભીર

અટલ સમાચાર,ડેસ્ક કોરોના મહામારી વચ્ચે અમરેલી-બગસરા રોડ ઉપર બાબાપુર ગામનાં પાટીયા નજીક ગાધડકા ગામની એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં બેઠેલા સાસુ-વહુ તેમજ બે બાળકો સહિત ચાર લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ તરફ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક 108માં અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અટલ સમાચાર આપના
 
દુર્ઘટના@અમરેલી: ટ્રક-કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, 4 લોકોના મોત, 3 ગંભીર

અટલ સમાચાર,ડેસ્ક

કોરોના મહામારી વચ્ચે અમરેલી-બગસરા રોડ ઉપર બાબાપુર ગામનાં પાટીયા નજીક ગાધડકા ગામની એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં બેઠેલા સાસુ-વહુ તેમજ બે બાળકો સહિત ચાર લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ તરફ ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક 108માં અમરેલી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

અમરેલી નજીક બગસરા રોડ ઉપર આવેલા ગાવડકા ગામનો ત્રણ બહેનોનાં સાત સભ્યોનો પરવાર મારૂતિ જેન કારમાં ગાવડકાથી કુંકાવાવ ગામે જઈ રહેલ હતાં. કારમાં દાગીનાની ખરીદી કરવા જઈ રહેલા પરીવારને ઘરેથી કારમાં નિકળી હજુ 15 મિનીટ થઈ હતી ત્યાં તો બાબાપુર ગામનાં પાટીયા પાસે સામેથી આવી રહેલા કાળમુખા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળથી બુકડો બોલી ગયેલ હતો. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતનાં ધડાકાનાં અવાજથી આસપાસ ખેતરોમાં કામ કરતાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. તેમજ રોડ ઉપરથી પસાર થતાં લોકોએ 108ને જાણ કરતાં અમરેલી અને બગસરાની 108 ઘટનાં સ્થળે દોડી ગયેલ હતી. સેવાભાવી લોકોએ કારમાં ફસાયેલા સાત લોકોને બહાર કાઢેલ હતાં. જેમાંથી બે મહિલાનાં ઘટનાં સ્થળે મોત નિપજેલ હતાં. જયારે બે માસુમ બાળકોએ રસ્તામાં દમ તોડી દીધેલ હતો. એકજ પરીવારનાં સાસુ વહુ અને બે બાળકોનાં મોત નિપજેલ હતાં.