આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કોરોનાકાળ વચ્ચે આજે બપોરના સમયે ફરી એકવાર સુરતમાં આગની ઘટના સામે આવી છે. જોકે હજી સુધી આ આગની ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર સામે નહીં આવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. શહેરના એક એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં રહીશો દરવાજાને બદલે બારીથી બહાર નિકળ્યાં હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગી ગઈ હતી. રમીઝ એપાર્ટમેન્ટની ગલીમાં જમણી તરફ આવેલા એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યુ છે. ઘટનાને લઇ તાત્કાલિક ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યુ હતુ અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. વિકરાળ આગની વચ્ચે પણ રહીશો અપાર્ટમેન્ટના ચોથા માળેથી બીજા અપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code