દુ:ખદ@સુરત: ન્હાવા ગયેલા 4 બાળકો ડુબતાં 2ના મોત, 1 લાપત્તા, એકનો બચાવ

અટલ સમાચાર,ડેસ્ક તાપી નદીમાં 2 બાળકોના મૃતદેહ તરતાં જોવા મળ્યાંની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. તાપી નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોતની દુ:ખદ ઘટનાને લઇ પરિવાર સહિત પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. સ્થળ પર હાજર લોકોના મત મુજબ ચાર બાળકોમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે. આ તરફ એક બાળકીનો મૃતદેહ શોધવામાં આવી
 
દુ:ખદ@સુરત: ન્હાવા ગયેલા 4 બાળકો ડુબતાં 2ના મોત, 1 લાપત્તા, એકનો બચાવ

અટલ સમાચાર,ડેસ્ક

તાપી નદીમાં 2 બાળકોના મૃતદેહ તરતાં જોવા મળ્યાંની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. તાપી નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોતની દુ:ખદ ઘટનાને લઇ પરિવાર સહિત પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. સ્થળ પર હાજર લોકોના મત મુજબ ચાર બાળકોમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે. આ તરફ એક બાળકીનો મૃતદેહ શોધવામાં આવી રહ્યો છે. આ સાથે એક બાળકનો બચાવ થયો હોવાનું સામે આવ્યુ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સુરતના ઉમરા ગામમાં રહેતા પરિવાર બુધવારે બપોરે તાપી નદીના કાંઠે ફરવા નીકળ્યો હતો. આ દરમ્યાન પરિવારના ચાર બાળકો નહાવા માટે તાપી નદીમાં કૂદી ગયા હતા. જે બાદ બાળકો નદીમાં ડૂબવા લાગ્યા અને ગાયબ થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો આવી ગયો હતો. સાક્ષીઓના જણાવ્યા અનુસાર એક જ પરિવારના બે નજીકના ભાઈ-બહેનોના મૃતદેહ મળી આવ્યા છે.

સ્થાનિકોના મત મુજબ, સુનીતા થાપા (10), પ્રતીપ થાપા (8) અને રાહુલ અને નીરૂ તાપી નદીના કાંઠે રમી રહ્યા હતા. પછી ચારેય ન્હાવા માટે નદીમાં પડ્યા હતા. સુનિતા અને પ્રતીપ ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા. જ્યારે રાહુલ પુરણસિંહનો બચાવ થયો છે. આ તરફ 7 વર્ષની બાળકી નીરૂ લાપત્તા છે. તરવૈયાઓ દ્વારા બાળકીની નદીમાં શોધ કરવામાં આવી રહી છે.