umashankar joshi
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

જન્મ -21જુલાઇ -1911,બામણા , સાબરકાંઠા, ગુજરાત
અવસાન 19-ડિસેમ્બર-1988 (77ની વયે) મુંબઇ
ઉમાશંકર જોષી ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેઓને 1967માં ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં તેમના ઉમદા  પ્રદાન માટે જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને મહાત્મા ગાંધીની ભારે અસર હતી. ગાંધી યુગના પ્રધાન સાહિત્યકાર રહી ચુક્યા છે. ઉમાશંકરે સાહિત્યનાં અનેક ક્ષેત્રો માં ખેડાણ કર્યું છે.
તેમના માતાનું નામ નવલબેન અને પિતાનું નામ જેઠાલાલ કમળજી જોષી હતું. તેમના માતા-પિતાને કુલ નવ સંતાન હતા જેમા ઉમાશંકર  ત્રીજા ક્રમાંકે હતા. વયાનુક્રમે તેમના સંતાનોના નામ: રામશંકર, છગનલાલ, ઉમાશંકર, ચૂનીલાલ, પ્રાણજીવન, કાન્તિલાલ, જશોદાબેન, કેસરબેન, દેવેન્દ્ર. 1937માં લગ્ન જ્યોત્સનાબેન સાથે થયા. નંદિની અને સ્વાતિ તેમની પુત્રીઓ છે. તેઓનું પ્રાથમિક શિક્ષણ બામણામાં અને માધ્યમિક શિક્ષણ ઇડરમાં થયું હતું. 1928માં અમદાવાદમાં ગુજરાત કોલેજથી મેટ્રિક કર્યું. તેઓ 1936માંઅમદાવાદમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે મુંબઇની એલ્ફિસ્ટન કોલેજમાંથી એમ.એ.ઉત્તીર્ણ કયું. એમ.એ માં તેઓ પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા.  તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર -1967,રણજિતરામ સુવર્ણચંદ્રક – 1939, નર્મદ સુવર્ણ ચંદ્રક – 1947, સોવિએત લેન્ડ નહેરુ એવોર્ડ-1973પ્રાપ્ત થયેલ છે.
તેઓની મુખ્યકૃતિ નિશીથ (મધ્ય રાત્રિનો દેવતા) છે. કવિતા – વિશ્ર્વશાંતિ, ગંગોત્રી, નિશીથ, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સાતપદ, ધારાવસ્ત્ર, સમગ્ર કવિતા
પદ્ય નાટકોઃ પ્રાચીના, મહાપ્રસ્થાન
એકાંકીઃ સાપના ભારા, હવેલી,શહીદ
વાર્તાસંગ્રહોઃ શ્રાવણી મેળો, વિસામો, ત્રણ અર્ધું બે
નિબંધ સંર્ગહઃ પુરાણોમાં ગુજરાત, અખો એકઅધ્યયન
પ્રવાસઃ યુરોપયાત્રા (અંગ્રેજી)
બાળગીતઃ સોવરસનોથા
તંત્રીઃ સંસ્કુતિ 1947-1984, બુદ્વિપ્રકાશ

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code