આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરા વનવિભાગ દ્વારા NGOની મદદથી છટકું ગોઠવી એક ઠગ ગેંગ ઝડપી પાડવામાં આવી છે. આ ગેંગ દ્વારા લોકોને અંધશ્રદ્ધા ફેલાવી અને કાંટાવાળા ઉંદરો વેચવામાં આવતા હતા. આ ગેંગનો દાવો હતો કે કાંટાવાળા ઉંદરોની તાંત્રિક વિધિ કરવાથી રૂપિયા ડબલ થાય. વન વિભાગના છટકામાં આ ગેંગ 15 લાખ રૂપિયામાં ઉંદરો વેચવા તૈયાર થઈ ગઈ હતી.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

વનવિભાગને માહિતી મળી હતી કે, વડોદરા જિલ્લામાં એક ગેંગ આવી રીતે ઉંદર વેચી રહી છે. વન વિભાગે આ ગેંગને ઝડપી પાડવા માટે એક છટકું ગોઠવ્યું હતું. વનવિભાગે પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા સાથે મળીને આ ગેંગને ઝડપી પાડી હતી. વડોદરાના વાઘોડિયાના દેવળીયા ગામે રહેતા એશોક વસાવાના મકાનમાં તાંત્રિક વિધિ માટે કાંટાવાળા ઉંદરો લાવવામાં આવ્યા હોવાની બાતમી પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાને મળી હતી.

બાતમીના આધારે વનવિભાગે છટકું ગોઠવી કાંટાવાળા ઉંદરો સાથે ધુનભાઈ રાણા, અશોક વસાવા, મુકેશ વજેસિંગ નાયક, ઇશ્વર ઝવેર ભાઈ નાયકને ઝડપી પાડ્યા હતા. તમામ રહેવાસી દેવળીયા અને ખીડીવડા અને હાલોલના વિરોજ ગામના વતની છે. વનવિભાગના છટકામાં મકાનમાં તપાસ કરતા પાંચ કાટાવાળા ઉંદરો મળી આવ્યા હતા. આ સાથે તાંત્રિક વિધિનો સામાન પણ મળી આવ્યો હતો. આ ગેંગ તાંત્રિક વિધિના નામે લોકો પાસે પૈસા પડાવતી હતી અને લોકોને ઠગતી હતી. વાઘોડિયા તાલુકામાં છેલ્લા 15 દિવસથી આ ખેલ ચાલી રહ્યો હતો. વન વિભાગે અને NGOએ આ ખેલ ઉંઘો પાડી દીધો છે. કાંટાવાળો ઉંદર વન્યજીવ અધિનિયમન 1972 અંતર્ગત સંરક્ષિત જાહેર કર્યો છે. આ ઉંદરને અંગ્રેજીમાં Hedgehog કહેવામાં આવે છે અને તેને ખરીદવો કે વેચવાનો ગુનો બને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code