વડોદરા: એક તરફી પ્રેમીએ યુવતીના ઘરે જઈ એસિડ ફેક્યું, અંતે ધરપકડ

અટલ સમાચાર,વડોદરા વડોદરામાં એક કિસ્સો એવો કિસ્સો સામે આવ્યો છે કે, એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીને યુવતીના ઘરે જઈને યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરીને યુવતી પર એસીડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો અને યુવકના આ કામમાં તેના પિતા યુવકનો સાથે આપ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે પિતા પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી
 
વડોદરા: એક તરફી પ્રેમીએ યુવતીના ઘરે જઈ એસિડ ફેક્યું, અંતે ધરપકડ

અટલ સમાચાર,વડોદરા

વડોદરામાં એક કિસ્સો એવો કિસ્સો સામે આવ્યો છે કે, એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીને યુવતીના ઘરે જઈને યુવતીને પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરીને યુવતી પર એસીડ ફેંકવાનો પ્રયાસ કર્યો હતો અને યુવકના આ કામમાં તેના પિતા યુવકનો સાથે આપ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે પિતા પુત્રની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

વડોદરાના સુરેન સર્કલ પાસે આવેલા શુભમ ફ્લેટમાં બીનીક્ષ હાંડે તેના પરિવાર સાથે રહે છે. બીનીક્ષને એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો પરંતુ યુવતી બીનીક્ષને પસંદ કરતી ન હતી. બીનીક્ષને તે યુવતી સાથે લગ્ન કરવા હતા તેથી બીનીક્ષે યુવતી સાથે જબજસ્તીથી લગ્ન કરવાનો વિચાર કર્યો હતો. બીનીક્ષ પોતાના બાઈક લઇને યુવતીના ઘરે પહોંચ્યો અને બૂમો પાડવા લાગ્યો હતો.

વડોદરા: એક તરફી પ્રેમીએ યુવતીના ઘરે જઈ એસિડ ફેક્યું, અંતે ધરપકડ

જ્યારે યુવતી બહાર આવી ત્યારે બીનીક્ષે યુવતીને પોતાની સાથે લગ્ન કરવા માટે જણાવ્યું હતું. યુવતીએ લગ્ન કરવાની ના પડતા બીનીક્ષે પોતાની બાઈકમાંથી એસીડની બોટલ કાઢીને યુવતી પર એસીડ ફેંક્યું હતું. સદનશીબે યુવતી ખસી જતા યુવતી પર એસીડ પડ્યું ન હતું.ત્યારબાદ બીનીક્ષે યુવતીને તેના પરિવારજનો સામે જ થપ્પડ કરીને તેની સાથે લગ્ન નહીં કરે તો ફરીથી એસીડ ફેંક્વાઈ ધમકી આપી હતી.

આ સમગ્ર મામલે યુવતીના પરિવારજનોએ વડોદરા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીના નિવેદનના આધારે પોલીસે બીનીક્ષની ધરપકડ કરી હતી અને ત્યારબાદ બીનીક્ષના પિતાની સમગ્ર મામલે સંડોવણી બહાર આવતા પિતાની પણ ધરપકડ કરી હતી.