આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડોદરા

વડોદરાના પૂરમાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરવામાં આવી છે. મૃતકોના પરિવારજનોને 4-4 લાખ અને સ્થળાતરિત કરાયેલા લોકોને કેશડોલ ચૂકવવાની મુખ્યમંત્રી રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, વડોદરામાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે, તે તમામને 3 દિવસની ધારાધોરણ મુજબ કેશડોલ ચૂકવવામાં આવશે. દિવાલ ધરાશાયીની ઘટનામાં જે લોકો 4 મૃત્યુ પામ્યા છે, તેમને રૂપિયા 4-4 લાખની સહાય આપવામાં આવશે. તેમજ જે લોકોની ઘરવખરી તણાઈ છે તેમને ધારાધોરણ મુજબ સહાય આપવામાં આવશે.

એનડીઆરએફની ટીમ દ્વારા ચાલી રહેલી રેસ્ક્યૂની કામગીરી વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે, હાલ શહેરમાં અનેક જગ્યાઓએ પૂરના પાણી ઓસરી રહ્યાં છે. આજે સવારે 9 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 33 ફૂટ નોંધાઇ હતી. વડોદરા શહેરમાં પાણી ઉતરવા લાગ્યા છે. જોકે નીચાણવાળા અને કાંઠાના વિસ્તારમાં પાણી હજુ સુધી ઉતર્યાં નથી અને લોકોની મુશ્કેલી ઓછી થઈ નથી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code