વડોદરા: સયાજી હોસ્પિટલમાં લાગી આગ, બચાવ કાર્ય ચાલુ

અટલ સમાચાર, ડેસ્ક ગુજરાતના વડોદરામાં આવેલ સર સયાજી જનરલ હોસ્પિટલમાં બાલ ચિકિત્સા વોર્ડમાં આગ લાગી હતી. માહિતી મુજબ વોર્ડમાં રહેલા બધા 15 બાળકોને સુરક્ષિત અહીથી કાઢી લેવામાં આવ્યા. આગ પર કાબુ કરવાનો પ્રયાસ ચાલુ છે. પિડિયાટ્રિક વિભાગમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. ભીષણ આગને કારણે તાત્કાલિક પીડિયાટ્રિક વિભાગમાંથી 15 બાળકોને શિફ્ટ કરી દેવામાં
 
વડોદરા: સયાજી હોસ્પિટલમાં લાગી આગ, બચાવ કાર્ય ચાલુ

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના વડોદરામાં આવેલ સર સયાજી જનરલ હોસ્પિટલમાં બાલ ચિકિત્સા વોર્ડમાં આગ લાગી હતી. માહિતી મુજબ વોર્ડમાં રહેલા બધા 15 બાળકોને સુરક્ષિત અહીથી કાઢી લેવામાં આવ્યા. આગ પર કાબુ કરવાનો પ્રયાસ ચાલુ છે.

પિડિયાટ્રિક વિભાગમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. ભીષણ આગને કારણે તાત્કાલિક પીડિયાટ્રિક વિભાગમાંથી 15 બાળકોને શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એસએસજી હોસ્પિટલના ત્રીજા માળે આગ લાગતાં ફાયરબ્રિગેડ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.