આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, વડોદરા

વરઘોડા દરમિયાન લાઇટિંગ માટેનાં ટેમ્પા પર લગાડેલી ફ્લેગની દંડી હાઇટેનશનનાં વીજ તારને અડતા 24 વર્ષનાં રાહુલસિંહ પ્રવિણસિંહ પરમારને કરંટ લાગ્યો હતો. ગણેશ મહોત્સવનાં વરઘોડામાં કરંટ લાગતા ગોવિંદપુરા યુવક મંડળનાં યુવાનનું મોત નીપજ્યું છે. શ્રીજીનાં આગમન માટેનાં વરઘોડામાં દરમિયાન લાઇટિંગ માટેનાં ટેમ્પા પર લગાડેલી ફ્લેગની દંડી હાઇટેનશનનાં વીજ તારને અડતા 24 વર્ષનાં રાહુલસિંહ પ્રવિણસિંહ પરમારને કરંટ લાગ્યો હતો. જે બાદ તેને પાદરા ડભાસા ગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આ દુર્ઘટનાને કારણે ખુશીનો માહોલ અચાનક શોકમાં છવાઇ ગયો હતો. આખા પરિવાર અને વિસ્તારનાં લોકોને માથે જાણે આભ તૂટી પડ્યું હતું. દુર્ઘટનાની જાણ થતા પાદરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાહુલને પાદરા ડભાસા ગામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code