આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, વડોદરા

વડોદરામાં પૂર વચ્ચે એક તસવીર દુનિયાભરના મીડિયામાં છવાઈ ગઈ છે. જેમાં એક પોલીસકર્મી પોતાના માથે એક પ્લાસ્ટિકના ટબમાં દોઢ માસની બાળકીને મૂકીને પૂરના પાણીથી બચાવી રહ્યો છે. આ પોલીસકર્મી વડોદરાના રાવપુરા પોલીસ મથકના PSI જી.કે.ચાવડા છે. પીએસઆઈ ચાવડાએ કહ્યુ હતુ કે તેણે ફક્ત તેની ફરજ નિભાવી છે. પોલીસનું કામ લોકોની મદદ કરવાનું છે. તેમને સપનામાં પણ વિચાર ન હતો કે આ તસવીર આટલી વાયરલ થઈ જશે.

પીએસઆઇએ વધુ જણાવ્યુ હતુ કે, “શહેરમાં ભારે વરસાદની આગાહી બાદ પોલીસ કમિશ્નરે તમામ પોલીસકર્મીને નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવાનો આદેશ કર્યો હતો. રાત્રે આશરે 00:51 વાગ્યે કંટ્રોલ રૂમને એક સંદેશ મળ્યો હતો કે વિશ્વામિત્રી નદીના કિનારે દેવીપુરા વિસ્તારમાં 50 લોકો ફસાયા છે. મેસેજ મળતા જ હું ડી સ્ટાફની ટીમ સાથે ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન માલુમ પડ્યું કે ત્યાં પહોંચી શકાય તેવી કોઈ વ્યવસ્થા ન હતી. આથી અમે દોઢ કિલોમીટર સુધી રેલવે ટ્રેક પર ચાલીને ગયા હતા. હું તરવાનું જાણતો હોવાથી અંદર ગયો હતો. ત્યાં જઈને જોયું તો વૃદ્ધો, મહિલાઓ અને બાળકો ફસાયેલા હતા. અંદાજે 73 લોકો હતા.”

બાળકીને બચાવવાને લઇ પીએસઆઇએ જણાવ્યુ હતુ કે, બાળકીની ઉંમર ફક્ત દોઢ મહિનો છે. તેને બચાવવાનું કામ મુશ્કેલ હતું. કારણ કે તે અન્ય લોકોની જેમ આપણને પકડી ન શકે. આ દરમિયાન તેના ઘરમાં પ્લાસ્ટિકનું ટબ જોયું હતું. ટબ પ્લાસ્ટિકનું હોવાથી તે પાણીમાં તરે છે, આથી મને જોખમ ઓછું લાગ્યું હતું. બાળકી નાની હોવાથી તેને ઘરમાં પડેલા કપડાંમાં લપેટી લીધી હતી અને ટબમાં મૂકી દીધી હતી. બીજા છેડે ઉભેલા મારા સ્ટાફને ખબર પણ ન હતી કે આ ટબમાં બાળકી છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code