વડોદરા: M.S. Uniનાં કેમ્પસમાં ચાલતી હતી દારૂ મહેફિલ, વિદ્યાર્થિની સહિત ત્રણ ઝડપાયા

અટલ સમાચાર,વડોદરા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની (M.S. university) સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગમાં દારૂની મેહફિલ ખુલ્લેઆમ માણતા એક વિદ્યાર્થિની સહિત બે વિદ્યાર્થીઓને યુનિ વિજલન્સે ઝડપી પાડી સયાજીગંજ પોલીસને સોંપ્યા છે. એમ. એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીનાં માઈક્રો બાયોલોજી વિભાગ પાસે પાર્કિંગમાં કેટલાક વિદ્યાર્થીઓ મળીને મિત્રનાં જન્મદનની પાર્ટી કરી રહ્યાં હતાં. ત્યારનાં સીસીટીવી ફૂટેજ પર નજર રાખી મોનેટરીંગ કરી
 
વડોદરા: M.S. Uniનાં કેમ્પસમાં ચાલતી હતી દારૂ મહેફિલ, વિદ્યાર્થિની સહિત ત્રણ ઝડપાયા

અટલ સમાચાર,વડોદરા

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની (M.S. university) સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગમાં દારૂની મેહફિલ ખુલ્લેઆમ માણતા એક વિદ્યાર્થિની સહિત બે વિદ્યાર્થીઓને યુનિ વિજલન્સે ઝડપી પાડી સયાજીગંજ પોલીસને સોંપ્યા છે.

એમ. એસ. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીનાં માઈક્રો બાયોલોજી વિભાગ પાસે પાર્કિંગમાં કેટલાક વિદ્યાર્થીઓ મળીને મિત્રનાં જન્મદનની પાર્ટી કરી રહ્યાં હતાં. ત્યારનાં સીસીટીવી ફૂટેજ પર નજર રાખી મોનેટરીંગ કરી રહેલા વિજલન્સનાં કર્મચારીને શંકા ગઈ હતી કે પાર્કિંગમાં વિદ્યાર્થીઓ દારૂની પાર્ટી કરી રહ્યાં છે.

આ માહિતી વિજલન્સની મુખ્ય ઓફિસ પર આપવામાં આવતા વિજલન્સ જવાનોએ પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. જેમાં દારૂની મેહફિલ માણતા એક વિદ્યાર્થિની અને બે વિદ્યાર્થીઓને દારૂ પીતા રંગે હાથે ઝડપી પાડ્યા હતાં. વીજલન્સનાં જવાનોએ વિદ્યાર્થીઓ પાસેની બેગની ચકાસણી કરતા બેગમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂની મેહફિલ માણતા ઉમેશ ખમ્ભાડ , ભોમીક પટેલ અને દ્રષ્ટિ ભટ્ટને યુનિ. વિજલન્સનાં જવાનોએ સયાજીગંજ પોલીસને સોંપી દીધા હતા. જે બાદ આ ત્રણ વિદ્યાર્થીઓ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે ત્રણેવ વિદ્યાર્થીઓ સામે પ્રોહિબિશન કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

નોંધનીય છે કે,ભૂતકાળમાં મહારાજા સયાજીરાવ યુનિ.માં નશાખોરોને લઇ અનેક વિવાદાસ્પદ ઘટનાઓ બની હતી. ત્યાર બાદ યુનિ. સત્તાધીશોએ યુનિવર્સિટી પરિસર માં આવેલા તમામ ફેકલ્ટી વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાડી દીધા હતાં. આવી ઘટના બાદ સુરક્ષા વધુ ચુસ્ત બનાવવા વિજલન્સ વિભાગને કાર્યરત કરવામાં આવ્યો હતો. આ મામલામાં સયાજીગંજ પોલીસે યુનિવર્સિટી પરિસરમાં દારૂ કઈ રીતે આવ્યો અને કયાંથી દારૂ લાવ્યા સહીતનાં પાસાઓની તપાસ હાથ ધરી છે