વડોદરાઃ અભ્યાસના ટેન્શનથી ઘરેથી ભાગ્યો, શિમલાની હોટલમાં શું કરતો હતો?

અટલ સમાચાર, ડેસ્ક વડોદરા પાસે આવેલા પાદરામાં તેલનાં વેપારીનો 19 વર્ષનો દીકરો 14 ઓક્ટોબરથી ગુમ હતો. આ યુવાન દ્વારકેશ ઠક્કર વાસદની એક એન્જિનિયર કોલેજમાં ભણતો હતો. પરંતુ તેને ભણવામાં મન લાગતું ન હોવાથી ઘરે કોઇને કહ્યાં વગર જ કોલેજનાં બહાને સિમલા જતો રહ્યો હતો. જે બાદ પરિવાર અને પોલીસે યુવાનને શોધવા ભારે દોડધામ કરી હતી.
 
વડોદરાઃ અભ્યાસના ટેન્શનથી ઘરેથી ભાગ્યો,  શિમલાની હોટલમાં શું કરતો હતો?

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરા પાસે આવેલા પાદરામાં તેલનાં વેપારીનો 19 વર્ષનો દીકરો 14 ઓક્ટોબરથી ગુમ હતો. આ યુવાન દ્વારકેશ ઠક્કર વાસદની એક એન્જિનિયર કોલેજમાં ભણતો હતો. પરંતુ તેને ભણવામાં મન લાગતું ન હોવાથી ઘરે કોઇને કહ્યાં વગર જ કોલેજનાં બહાને સિમલા જતો રહ્યો હતો. જે બાદ પરિવાર અને પોલીસે યુવાનને શોધવા ભારે દોડધામ કરી હતી.

આ દરમિયાન સિમલાની એક હોટલનાં મેનેજરે પાદરા પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પાદરાનું આઈડી કાર્ડ ધરાવતો દ્વારકેશ ઠક્કર નામનો છોકરો અમારી હોટલમાં આવીને વાસણ સાફ કરવાની નોકરી માગે છે. તેણે પગમાં મોંઘા બૂટ પહેર્યા છે, મોંઘુ જેકેટ અને પેન્ટ પહેર્યા છે, દેખાવે સુખી પરિવારનો લાગે છે.

યુવાન શિમલા હોવાની જાણ થતાની સાથે પરિવાર ત્યાં પહોંચ્યું હતું. પાદરા પોલીસ સ્ટેશનના હે.કો.સનાસિંહ ગોહિલ અને વડોદરા તાલુકાના હે.કો.ભુપેન્દ્રસિંહ મહીડા શિમલામાં પરિવાર સાથે ફરવા ગયા હતાં. જેથી પાદરાનાં પી.આઈએ તેમને યુવાનને શોધવાની સૂચના આપી હતી. જે બાદ દ્વારકેશનાં પરિવાર સાથે પોલીસે તેનું મિલન કરાવ્યું હતું.

આ અંગે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, દ્વારકેશ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરે છે. તેને અભ્યાસનું ટેન્શન રહેતું હોવાનાં કારણે તે ઘરે કોઇને કહ્યાં વગર જ જતો રહ્યો હતો. દ્વારકેશ નિઝામુદ્દીન ટ્રેનમાં દિલ્હી અને ત્યાંથી ટ્રાવેલ્સમાં શિમલા પહોંચ્યો હતો. દ્વારકેશ પાસે ખિસ્સામાં માત્ર 2500 રુપિયા જ હતા. થોડા દિવસ પછી પૈસા ખુટી જતાં તે શિમલાની વિવિધ હોટલમાં છૂટક કામ કરતો હતો. તેની પાસે મોબાઇલ પણ ન હતો.