આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

વડોદરાના ઇલોરાપર્ક વિસ્તારમાં આવેલા તત્વમ નોલેજ ઇન્સ્ટીટ્યુટનાં શિક્ષક અને સંચાલક જસબીરસિંહ ચૌહાણે ધોરણ 10નાં વિદ્યાર્થીને લાફા મારતા તેના ડાબા કાનનાં પડદામાં કાંણુ પડી ગયુ હતું. જે અંગે વિદ્યાર્થીનાં વાલીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યાં બાદ ટ્યૂશન શિક્ષકની ધરપકડ કરી હતી. વડોદરાના ગોત્રી રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીમાં રહેતા તેજસભાઇ ભટ્ટ રીયલ એસ્ટેટ કન્સલટન્ટ છે. તેમનો દીકરો તેજસ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે. તે તત્વમ નોલેજ ઇન્સ્ટિટ્યુટ નામના ખાનગી ક્લાસીસમાં અભ્યાસ માટે જાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

સમગ્ર મામલે ફરીયાદીએ જણાવ્યુ હતુ કે, 23મી ડિસેમ્બરે મારા પુત્ર ટ્યુશનમાં ગયો હતો ત્યારે ફોન આવ્યો કે ટેસ્ટનું ફોર્મ અને ફી મને અહીં આપી જજો. જેથી હું અને મારી પત્ની સાંજે સાત વાગે તેના ક્લાસીસ પર ગયા હતાં. અમે પગથીયા ચઢતા હતા ત્યારે અમને લાફાનો અવાજ આવ્યો હતો. અમે ક્લાસરૂમમાં પહોંચ્યા ત્યારે શિક્ષક જસબીરસિંહ ચૌહાણે મારા પુત્રને લાફા ઝીંકી રહ્યાં હતાં.

સુત્રોએ જણાવ્યુ હતુ કે,વિદ્યાર્થી તેમના ક્લાસમાં રેગ્યુલર ન હતો અને તે દરમિયાન તે અન્ય સરનાં ક્લાસમાં ગયા હતાં. જેથી આ શિક્ષકે કહ્યું હતું કે મારા વિષયો પણ ઘણાં મહત્વનાં જ છે તેથી લાફા ઝીંકી રહ્યાં હતાં. જે બાદ પુત્રને કાનમાં અસહ્ય દુખાવો થતાં વિદ્યાર્થીને ઇએનટી તબીબ પાસે લઇ ગયા હતા. જ્યાં સારવારમાં વિદ્યાર્થીનાં ડાબા કાનના પડદાંમાં કાણું પડી ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું. પોલીસે આ મામલે શિક્ષક જસબિરસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code