વડોદરા: આજે મોડી રાત્રે યુવતીઓનું બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરાશે

અટલ સમાચાર, ડેસ્ક 2019ને વિદાય આપીને નવા વર્ષ 2020ને આવકારવા માટે વડોદરાવાસીઓ થનગની રહ્યા છે. શહેર તેમજ જિલ્લામાં ઠેર ઠેર ડાન્સ અને ડિનર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર મોડી રાત સુધી લોકોની ભીડ રહેતી હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતર્કતા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ
 
વડોદરા: આજે મોડી રાત્રે યુવતીઓનું બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરાશે

અટલ સમાચાર, ડેસ્ક

2019ને વિદાય આપીને નવા વર્ષ 2020ને આવકારવા માટે વડોદરાવાસીઓ થનગની રહ્યા છે. શહેર તેમજ જિલ્લામાં ઠેર ઠેર ડાન્સ અને ડિનર પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર મોડી રાત સુધી લોકોની ભીડ રહેતી હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતર્કતા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વખતે યુવકોની સાથે સાથે મહિલાઓનું પણ બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે નવા વર્ષને આવકારવા માટે યુવા પેઢી દારૂ અને ડ્રગ્સ જેવા માદક દ્રવ્યોનું સેવન કરતા હોય છે. પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે આજે મધરાત સુધી વિવિધ 10 પોઇન્ટ પર 110 બ્રેથ એનેલાઇઝરથી ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત 11 ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવશે. હેવી ટ્રાફિક ધરાવતા શહેરના 70 પોઇન્ટ પર ટ્રાફિક પોલીસના 273 પોલીસ કર્મચારીઓને તહેનાત કરાશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો 

મહિલાઓનું પણ ચેકિંગ થશે પોલીસ કમિશનરના કહેવા પ્રમાણે 31મી રાત્રે મહિલાઓનું પણ બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરવામાં આવશે. સયાજીગંજ, ફતેહગંજ, અલકાપુરી, અકોટા-દાંડિયા બજાર બ્રિજ જેવા વિસ્તારોમાં પેરા મિલિટરી ફોર્સનો બંદોબસ્ત રાખવામાં આવશે.

એટલું જ નહીં મેદાનો અને આવવારૂં સ્થળોએ મલ્ટીપર્ફઝ લાઈટ્સનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત કોઈ યુવતી કે મહિલા ભૂલી પડી હશે તો તેને પોલીસ ઘરે મૂકી આવશે. એટલું જ નહીં SOGની ટીમ એન્ટી ડ્રગ કીટથી તપાસ કરશે. નવા વર્ષને આવકારવા માટે કરવામાં આવતી ઉજવણી શાંતિ પૂર્વક સંપન્ન થાય તે માટે પોલીસ સજ્જ છે.