વિડીયો@સુરત: શિક્ષકે વિદ્યાર્થીને માર્યો, વાલીઓ શાળા પહોંચી શિક્ષકને ધીબી નાંખ્યો

અટલ સમાચાર, સુરત સુરતમાં ફરી એકવાર શાળાના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. તો બીજી તરફ, વિદ્યાર્થીને માર મારતા પરિવારજનોએ પણ શિક્ષકની ધોલાઈ કરી હતી. સમગ્ર બનાવના સીસીટીવી સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ વિદ્યાલયમાં શિક્ષક દ્વારા નજીવી બાબતે વિદ્યાર્થીને ઢોર માર માર્યો
 
વિડીયો@સુરત: શિક્ષકે વિદ્યાર્થીને માર્યો, વાલીઓ શાળા પહોંચી શિક્ષકને ધીબી નાંખ્યો

અટલ સમાચાર, સુરત

સુરતમાં ફરી એકવાર શાળાના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. તો બીજી તરફ, વિદ્યાર્થીને માર મારતા પરિવારજનોએ પણ શિક્ષકની ધોલાઈ કરી હતી. સમગ્ર બનાવના સીસીટીવી સોશિયલ મિડીયામાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ વિદ્યાલયમાં શિક્ષક દ્વારા નજીવી બાબતે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો. વિદ્યાર્થીને એટલી હદે માર માર્યો હતો કે, વિદ્યાર્થી પેટ પકડી બેસી ગયો હતો. બીજા દિવસે આ ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ સ્કૂલે દોડી આવ્યા હતા. પરિવારજનોએ સૌપ્રથમ શાળાના સીસીટીવી ફૂટેજ જોયા હતા. જેમાં પોતાના જ બાળકને માર ખાતો જોતા પરિવારજનો વિફર્યા હતા.

પરિવારજનો દ્વારા ચાલુ ક્લાસમાં ઘૂસી શિક્ષકને ક્લાસની બહાર કાઢવામાં આવ્યો હતો અને તેને લાકડા વડે ઢોર માર માર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં શરૂઆતમાં સમાધાનની વાત ચાલી હતી. જોકે બાદમાં શિક્ષકે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

વિડીયો@સુરત: શિક્ષકે વિદ્યાર્થીને માર્યો, વાલીઓ શાળા પહોંચી શિક્ષકને ધીબી નાંખ્યો

હાલ ઈજાગ્રસ્ત થયેલા શિક્ષક વિપુલ ગજેરા સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે શિક્ષક અને સ્કૂલ સંચાલક આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવશે. તેઓ વિદ્યાર્થીના વાલી અને અન્ય ટોળા સામે ફરિયાદ નોંધાવશે.

વિડીયો@સુરત: શિક્ષકે વિદ્યાર્થીને માર્યો, વાલીઓ શાળા પહોંચી શિક્ષકને ધીબી નાંખ્યો