વેવાઈ-વેવાણ ભાગી તો ગયા પણ ઘરની ચિંતા થતાં મિત્રને ફોન કરી સમાચાર લીધા

અટલ સમાચાર, ડેસ્ક સુરતનાં કતારગામનાં સંભવિત વેવાઈ નવસારીનાં વેવાણને લઇને ફરાર થયા બાદ થોડા દિવસ પછી વેવાઈએ મિત્રને ફોન કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમારી પાસે કોઇ બીજો રસ્તો નથી.’ આ ફોનમાં વેવાણે પોતાના પરિવાર અંગે પણ સમાચાર મેળવ્યાં હતાં. આ ફોન બાદ પોલીસે લોકેશન મેળવીને વેવાઈ-વેવાણની શોધખોળ ચાલુ કરી છે. સુરતનાં વેવાઈ
 
વેવાઈ-વેવાણ ભાગી તો ગયા પણ ઘરની ચિંતા થતાં મિત્રને ફોન કરી સમાચાર લીધા

અટલ સમાચાર, ડેસ્ક

સુરતનાં કતારગામનાં સંભવિત વેવાઈ નવસારીનાં વેવાણને લઇને ફરાર થયા બાદ થોડા દિવસ પછી વેવાઈએ મિત્રને ફોન કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘અમારી પાસે કોઇ બીજો રસ્તો નથી.’ આ ફોનમાં વેવાણે પોતાના પરિવાર અંગે પણ સમાચાર મેળવ્યાં હતાં. આ ફોન બાદ પોલીસે લોકેશન મેળવીને વેવાઈ-વેવાણની શોધખોળ ચાલુ કરી છે. સુરતનાં વેવાઈ રાજકારણ સાથે પણ જોડાયેલા છે તેવી પણ માહિતી મળી છે. તેમના કોન્ટેક્ટનાં કારણે ઉજ્જૈનથી 20 કિમી દૂર એક ગામમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

‘મારા પતિને દિલની બીમારી છે’ વેવાઈ વેવાણે સાથે એક મિત્ર સાથે 17 મિનિટ જેટલી ફોન પર વાત કરી હતી. જેમાં તેમણે પોતપોતાના ઘર અંગે પૂછપરછ કરીને ખબર અંતર પૂછ્યાં હતાં. વેવાઈએ તેમના મિત્રને ફોનમાં કહ્યું હતું કે, હું તમને મારી દીકરીની લગ્નની ગિફ્ટ પાર્સલમાં મોકલી રહ્યો છું. મારા પર હાલ ઘણું જ પ્રેસર છે. હું કોઇની સાથે વાત કરી શકું તેમ નથી. તો મિત્રએ તેમને ચિંતા ન કરવા અને કોઇ ખોટું પગલું ન ભરવા માટે સમજાવ્યાં હતાં. જે બાદ વેવાણે પણ વાત કરી હતી. જેમાં તેમણે પોતાના પતિને દિલની બીમારી છે, તેમની તબિયત કેમ છે તેમ પૂછ્યું હતું. આ સાથે તેમણે પરિવારનાં અન્ય લોકોનાં સમાચાર પણ પૂછ્યાં હતાં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સંભવિત વર-વહૂએ લગ્નની ના પાડીઆ અંગે પરિવારના સૂત્રોનાં જણાવ્યા અનુસાર, યુવતીની માતા અને યુવકના પિતા એકબીજાને યુવાનીના દિવસોથી જ ઓળખતા હતા. તેઓ એક જ સોસાયટીમાં રહેતા હતાં. ત્યારથી એક-બીજા સાથે લગ્ન કરવા માગતા હતા. 10 દિવસ પહેલા નોંધાયેલી ફરિયાદ બાદ પણ પોલીસ આ બંનેને શોધવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે બંને પરિવારે તેમના બાળકોનો લગ્નસંબંધ પણ તોડી દીધો છે. યુવક અને યુવતી પણ આ લગ્નસંબધથી ખુશ હતા પરંતુ હવે તેમના માતા-પિતા ગાયબ થઈ ગયા હોવાથી બંને આ લગ્ન કરવાની ના પાડી રહ્યા છે.