આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,ડેસ્ક

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ઘ્વારા 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ સંગઠને 1997માં એ લક્ષ્ય નિધાર્રિત કર્યુ હતુ કે, વિશ્વના પ્રમુખ દેશો પોતાને ત્યાં સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપે. આનો ઇરાદો એ હતો કે કોઇપણ વ્યકિતને લોહીની જરૂર પડતા તેના માટે તેણે પૈસા ચુકવવાની જરૂર ન પડે.

કાર્લ લેન્ડસ્ટેઇનર વિશ્વભરમાં જાણીતા વૈજ્ઞાનિક હતા. તેઓ રક્તસમુહ પ્રણાલીના શોધક હતા. જેના માટે તેમણે ઇ.સ.1930ના વર્ષનું નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યુ હતુ. તેમનો જન્મ દિવસ 14 જૂન 1868 હોવાથી તેમની યાદમાં વિશ્વ રક્તદાન દિવસ તરીકે મનાવવામાં આવે છે.

તમે એક વખત રકતદાન કર્યાના ત્રણ મહિના પછી ફરી રક્તદાન કરી શકો છે. રક્તદાન વખતે 3.50 મિલી થી 4.50 મીલી જેટલુ લોહી બહાર કાઢવામાં આવે અને સામાન્ય રીતે તે ર૪ કલાકની અંદર શરીરમાં ફેરબદલ થઇ જાય છે. રક્તદાન કરતા પહેલા પાણી વધારે પીવું અને હળવો નાસ્તો કરીને જ લોહી આપવું.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code