વર્લ્ડકપ 2019: ભારત 31 રને હાર્યું, ઈંગ્લેન્ડની સેમિફાઇનલની આશા જીવંત

અટલ સમાચાર, ડેસ્ક આઈસીસી વિશ્વકપ-2019ની 38મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં અજેય ભારતને 31 રને પરાજય આપીને સેમિફાઇનલની આશા જીવંત રાખી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા જોની બેયરસ્ટોની સદી અને બેન સ્ટોક્સ તથા જેસન રોયની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટે 337 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 5 વિકેટ
 
વર્લ્ડકપ 2019: ભારત 31 રને હાર્યું, ઈંગ્લેન્ડની સેમિફાઇનલની આશા જીવંત

અટલ સમાચાર, ડેસ્ક

આઈસીસી વિશ્વકપ-2019ની 38મી મેચમાં યજમાન ઈંગ્લેન્ડે ટૂર્નામેન્ટમાં અજેય ભારતને 31 રને પરાજય આપીને સેમિફાઇનલની આશા જીવંત રાખી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા જોની બેયરસ્ટોની સદી અને બેન સ્ટોક્સ તથા જેસન રોયની અડધી સદીની મદદથી 50 ઓવરમાં 7 વિકેટે 337 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 5 વિકેટ 306 ગુમાવી રન બનાવી શકી હતી. ભારતનો આ ટૂર્નામેન્ટમાં પ્રથમ પરાજય છે. આ સાથે ભારતે પોઈન્ટ ટેબલમાં ટોપ કરવાની આશા પણ ગુમાવી દીધી છે.

આ જીત સાથે ઈંગ્લેન્ડના 8 મેચોમાં 5 જીત સાથે 10 પોઈન્ટ થઈ ગયા છે. આ સાથે ભારતીય ટીમનો સાત મેચોમાં આ પ્રથમ પરાજય છે. ભારત ટૂર્નામેન્ટમાં 5 વિજય સાથે કુલ 11 પોઈન્ટ મેળવી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.

ધોની-જાધવની ધીમી બેટીંગથી રમતપ્રેમીઓ નારાજ

ટીમ ઈન્ડિયા આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઈંગ્લેન્ડ સામે 31 રને હારી ગઈ. આ હારે તેના અજેય રહેવાના ક્રમને તોડી દીધો. ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ઇનિંગની છેલ્લી 5 ઓવરોની ઘણી ચર્ચા થઈ રહી છે. છેલ્લી ઓવરોમાં એમએસ ધોની અને કેદાર જાધવ ક્રીઝ પર હતા. પરંતુ આ બંને 39 રન જ કરી શક્યા જ્યારે તેમને જીતવા માટે 71 રન કરવાના હતા. બીજી તરફ, ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સ અને જોસ બટતથા તથા ક્રિસ વોક્સે મળીને 47 રન કર્યા હતા. ઈન્ડિયાની અંતિમ ઓવરોમાં 7 બોલ ડોટ હતા, 20 સિંગલ, 3 ફોર અને એક સિક્સર હતી.

છેલ્લી 5 ઓવરમાં એવું લાગ્યું કે ધોની અને જાધવે હાર માની લીધી હતી અને તેઓ સિંગલ-ડબલથી જ ખુશ હતા. જોકે, અહીં ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરોના વખાણ જરૂરી છે, તેમણે જોરદાર બોલિંગ કરી. ઈંગ્લિશ બોલરોએ યોગ્ય લાઇન તથા લેન્થ પર બોલિંગ કરી અને ઘણા વેરિએશન લાવ્યા.