વર્લ્ડ કપ: ભારતની જીત સાથે ધમાકેદાર શરૂઆત, આફ્રિકને હરાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક ICC વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ જીત સાથે ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં યુજવેંદ્ર ચહલે ચાર વિકેટ ઝડપી અને રોહિત શર્માની સદી દ્વારા ભારતને જીત અપાવી. આ પહેલા ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી સાઉથ આફ્રિકાએ ભારતને 228 રનનો લક્ષ્ય આપ્યો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી
 
વર્લ્ડ કપ: ભારતની જીત સાથે ધમાકેદાર શરૂઆત, આફ્રિકને હરાવ્યું

અટલ સમાચાર, ડેસ્ક

ICC વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ જીત સાથે ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં યુજવેંદ્ર ચહલે ચાર વિકેટ ઝડપી અને રોહિત શર્માની સદી દ્વારા ભારતને જીત અપાવી.

આ પહેલા ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી સાઉથ આફ્રિકાએ ભારતને 228 રનનો લક્ષ્ય આપ્યો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 227 રન કરી ભારતને જીત માટે 228 રનનો લક્ષ્ય આપ્યો. ભારતીય બોલરોની આક્રમક બોલિંગે સાઉથ આફ્રિકાના બેટ્સમેનો પર પ્રેશર બનાવી રાખ્યું, પરંતુ અંતમાં સાઉથ આફ્રિકાના ક્રિસ મોરિસની 42 રનોની ઇનિંગને કારણે સાઉથ આફ્રિકા 50 ઓવરમાં 9 વિકેટના નુંકસાન પર 227 રન બનાવ્યા.

સાઉથ આફ્રિકા તરફથી મેરિસ સિવાય કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે 38, એડિલ ફેહુલક્વાયોએ 34, ડેવિડ મિલરે 31, રાસી વાન ડેર ડુસેને 22 રનનોનું યોગદાન આપ્યું જ્યારે ભારત તરફથી યુજવેંદ્ર ચહલે ચાર વિકેટ ઝડપી. તે સિવાય જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે બે-બે વિકેટ ઝડપી. જ્યારે કુલદીપ યાદવને એક વિકેટ મળી.