વિશ્વ ડૉક્ટર દિવસ: ડો.બિધનચંદ્ર રોયની યાદગીરીમાં ઉજવાય છે આ દિવસ

અટલ સમાચાર, ડેસ્ક દર વર્ષે ૧૯૯૧ થી ૧ જુલાઇના રોજ ભારતીય સરકાર ઘ્વારા નેશનલ ડૉક્ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડો.બિધનચંદ્ર રોય(બી.સી.રોય) કે જેઓ તબીબી અને પશ્વિમ બંગાળના બીજા મુખ્યમંત્રી હતા, તેમનો જન્મ દિવસ અને પુણ્યતિથિ ૧ જુલાઇના રોજ આવે છે. તેમની સ્મૃતિમાં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમણે ઘણી બધી સંસ્થાઓ, દવાખાનાની
 
વિશ્વ ડૉક્ટર દિવસ: ડો.બિધનચંદ્ર રોયની યાદગીરીમાં ઉજવાય છે આ દિવસ

અટલ સમાચાર, ડેસ્ક

દર વર્ષે ૧૯૯૧ થી ૧ જુલાઇના રોજ ભારતીય સરકાર ઘ્વારા નેશનલ ડૉક્ટર્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ડો.બિધનચંદ્ર રોય(બી.સી.રોય) કે જેઓ તબીબી અને પશ્વિમ બંગાળના બીજા મુખ્યમંત્રી હતા, તેમનો જન્મ દિવસ અને પુણ્યતિથિ ૧ જુલાઇના રોજ આવે છે. તેમની સ્મૃતિમાં રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમણે ઘણી બધી સંસ્થાઓ, દવાખાનાની શરૂઆત કરીને ભારતીય સમાજના વિકાસમાં મહત્વપુર્ણ ફાળો આપ્યો છે.

ભારતમાં સારા સ્વાસ્થય માટે માળખાકીય સુવિધાઓ હોવા છતાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડૉક્ટરની ત્તીવ અછત જોવા મળે છે. રાષ્ટ્ર માટે ડૉક્ટર ના યોગદાનની પ્રશંસા કરવા માટે ઘણા બધા દેશોમાં દર વર્ષે રાષ્ટ્રીય ડૉક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે.