વિશ્વ તમાકુ નિષેધ દિવસ: વર્ષે 9 લાખ લોકો તમાકુને કારણે કેન્સરનો ભોગ બને છે

અટલ સમાચાર,ડેસ્ક વિશ્વ તમાકુ નિષેધ દિવસ 1987 થી વિશ્વ સ્વાસ્થય સંગઠન ઘ્વારા ઉજવવાનું નકકી કરવામાં આવ્યુ હતુ. આજના દિવસે ધુમ્રપાન અને તમાકુથી થતી આડઅસરો વિશે સમજાવવામાં આવે છે. આપણા દેશમાં વ્યસનમુકિત માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. સરકારે વ્યસન મુકિત અભિયાન પણ ચાલુ કરેલ છે. થીયેટરમાં ફિલ્મ બતાવતા પહેલા તમાકુથી થતી આડઅસર વિશે સમજાવવામાં
 
વિશ્વ તમાકુ નિષેધ દિવસ: વર્ષે 9 લાખ લોકો તમાકુને કારણે કેન્સરનો ભોગ બને છે

અટલ સમાચાર,ડેસ્ક

વિશ્વ તમાકુ નિષેધ દિવસ 1987 થી વિશ્વ સ્વાસ્થય સંગઠન ઘ્વારા ઉજવવાનું નકકી કરવામાં આવ્યુ હતુ. આજના દિવસે ધુમ્રપાન અને તમાકુથી થતી આડઅસરો વિશે સમજાવવામાં આવે છે.

આપણા દેશમાં વ્યસનમુકિત માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. સરકારે વ્યસન મુકિત અભિયાન પણ ચાલુ કરેલ છે. થીયેટરમાં ફિલ્મ બતાવતા પહેલા તમાકુથી થતી આડઅસર વિશે સમજાવવામાં આવે 15 થી 30 વર્ષની ઉમરે દરેક વ્યકિતને સારા દેખાવાની મહત્તમ ઇચ્છા હોય છે. આ જ વર્ષોમાં તમારી વ્યસનની આદત તમને 10વર્ષ ઘરડા દેખાતા કરી નાંખે છે.

દર વર્ષે 55 લાખ લોકોના મૃત્યુ વ્યસનને કારણે થાય છે. જેમાં 9 લાખ લોકો તમાકુને કારણે કેન્સરનો ભોગ બનેલા હોય છે. તમાકુને કારણે ગળાનું કેન્સર, મોઢાનું કેન્સર, દાંતને લાગતાં રોગો હાર્ટ એટેક, શારીરીક ક્ષમતા નબળી પડવી જેવા રોગ થાય છે.

તમાકુનું સેવન કરનારાઓ માનતા હયો છે કે તેને છોડવું ઘણું અઘરૂ છે. પરંતુ દઢ મનોબળથી તથા પરિવારજનો અને મિત્રોના સહયોગથી આ દુષણથી મુકિત મળી શકે તેમ છે. દર વર્ષે, 31 મી મે, વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) અને વૈશ્વિક ભાગીદારો વર્લ્ડ નો ટોબેકો ડે (ડબલ્યુએનટીડી) ઉજવે છે. વાર્ષિક અભિયાન એ તમાકુના ઉપયોગ અને બીજા હાથના ધૂમ્રપાનના જોખમી અને ઘાતક અસરો અને કોઈપણ સ્વરૂપમાં તમાકુના ઉપયોગને નિરાશ કરવા માટે જાગરૂકતા વધારવાની તક છે.

આ ઝુંબેશ તમાકુના વપરાશને ઘટાડવા અને તમાકુ નિયંત્રણ માટે લડતમાં બહુવિધ ક્ષેત્રોમાં હિસ્સેદારોને રોકવા માટે અસરકારક નીતિઓ માટેની હિમાયત કરવા માટે એક કાર્યવાહી તરીકે પણ કાર્ય કરે છે.