વિશ્વ યોગ દિવસ: યોગ ફોર ક્લાઈમેટ એક્શન થીમમાં દેશવાસીઓ યોગમય બન્યા

અટલ સમાચાર,ડેસ્ક દર વર્ષે ર૦૧૫ના વર્ષથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌપ્રથમ સંયુકત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. ર૧ મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે. આ કારણે જ નરેન્દ્રભાઇ મોદીએ ર૧ મી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યુ હતુ. ત્યારબાદ આ
 
વિશ્વ યોગ દિવસ: યોગ ફોર ક્લાઈમેટ એક્શન થીમમાં દેશવાસીઓ યોગમય બન્યા

અટલ સમાચાર,ડેસ્ક

દર વર્ષે ર૦૧૫ના વર્ષથી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૌપ્રથમ સંયુકત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. ર૧ મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે.

આ કારણે જ નરેન્દ્રભાઇ મોદીએ ર૧ મી જૂનને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યુ હતુ. ત્યારબાદ આ બાબતે સંયુકત રાષ્ટ્ર ઘ્વારા ઠરાવ પસાર કરવામા આવ્યો. જેમાં દુનિયામા મોટાભાગના દેશોએ સહમતિ દર્શાવી અને ર૦૧પ થી ર૧ મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નકકી થયુ હતુ.

સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજુ કોઇ નહી પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે. જેનો અર્થ જોડાણ કરવુ કે એક કરવું થાય છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે.

આ વર્ષે પાંચમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. જેની વિશ્વ કક્ષાની થીમ યોગ ફોર ક્લાઈમેટ એક્શનછે. અને ગુજરાતની થીમ Yoga for Heart Care છે. આ વખતે રાષ્ટ્ર કક્ષાની ઉજવણી ઝારખંડ રાજ્યના રાંચી ખાતે કરાઇ છે. ગુજરાત રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે (તથા કુલ 150 પ્રવાસન સ્થળોએ) થશે.

ગુજરાત રાજયની તમામ યોગ દિવસની થીમ

પ્રથમ યોગ દિવસ Yoga for Harmony and Peace (2015)

બીજો યોગ દિવસ Connect the youth (2016)

ત્રીજો યોગ દિવસ Yoga for Health (2017)

ચોથો યોગ દિવસ Yoga for Peace (2018)

પાંચમા યોગ દિવસ Yoga for Heart Care (2019)