યુવરાજસિંહ નિવૃત્તિ પાછી ખેંચશે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર લખ્યો

અટલ સમાચાર, ડેસ્ક યુવરાજ સિંહે જાહેરાત કરી છે કે તે ભારતમાં જલ્દી ટી-20 ક્રિકેટ રમતો જોવા મળી શકે છે. યુવરાજ સિંહે જૂન 2019માં ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને તે બીસીસીઆઈની મંજૂરી લઈ વિદેશી લીગમાં રમી રહ્યો હતો. આ કારણે યુવરાજ આઈપીએલમાં રમી શક્યો નથી.યુવરાજ સિંહે આ સંબંધમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર પણ લખ્યો
 
યુવરાજસિંહ નિવૃત્તિ પાછી ખેંચશે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર લખ્યો

અટલ સમાચાર, ડેસ્ક

યુવરાજ સિંહે જાહેરાત કરી છે કે તે ભારતમાં જલ્દી ટી-20 ક્રિકેટ રમતો જોવા મળી શકે છે. યુવરાજ સિંહે જૂન 2019માં ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી અને તે બીસીસીઆઈની મંજૂરી લઈ વિદેશી લીગમાં રમી રહ્યો હતો. આ કારણે યુવરાજ આઈપીએલમાં રમી શક્યો નથી.યુવરાજ સિંહે આ સંબંધમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પત્ર પણ લખ્યો છે. યુવરાજ ઘરેલું ટૂર્નામેન્ટમાં પંજાબ માટે ટી-20 ક્રિકેટ રમવા માંગે છે અને આ માટે નિવૃત્તિમાંથી પાછા આવવાનો નિર્ણય કર્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે યુવરાજ સિંહ ટી-20 ક્રિકેટમાં પુનરાગમન માટે તૈયાર છે. યુવરાજ સિંહ હાલમાં જ પંજાબના યુવા ક્રિકેટરોની મદદ કરતો જોવા મળ્યો હતો અને હવે તે આ ટીમથી ટી-20 ક્રિકેટ રમતો પણ જોવા મળી શકે છે. ક્રિકબઝ સાથે ખાસ ઇન્ટરવ્યૂમાં યુવરાજે કહ્યું હતું કે મને આ યુવા ખેલાડી સાથે સમય પસાર કરીને સારું લાગ્યું. મને લાગ્યું કે આ ખેલાડી મારી વાતને સમજીને તેને જલ્દીથી જલ્દી અમલી બનાવી શકે છે. મારે બેટિંગના કેટલાક પાઠ ભણવા માટે નેટ્સ ઉપર પણ જવું પડ્યું હતું. મને આશ્ચર્ય થયું કે હું સારા શોટ રમી રહ્યો હતો. મેં ઘણા સમયથી બેટ પકડ્યું ન હતું અને આમ છતા હું સારું રમી રહ્યો છું.

યુવરાજ પંજાબના ઓફ સિઝન કેમ્પમાં યુવાઓની મદદ કરતો જોવા મળ્યો હતો. આ સિવાય તેણે છેલ્લા બે મહિનામાં પોતાની ફિટનેસ ઉપર પણ કામ કર્યું છે. યુવરાજ સિંહે ટ્રેનિંગની સાથે બેટિંગ પ્રેક્ટિસ પણ શરૂ કરી છે. યુવરાજે પ્રેક્ટિસ મેચમાં સારા રન પણ બનાવ્યા છે. યુવરાજે જણાવ્યું કે પંજાબ ક્રિકટ એસોસિયેશનના સચિવ પુનિત બાલીએ સંપર્ક સાધ્યો હતો અને તેને નિવૃત્તિમાંથી પાછા ફરવા કહ્યું હતું. બાલીએ આ પાછળ તર્ક આપ્યો હતો કે જો યુવરાજ યુવા ખેલાડી સાથે ટી-20માં રમશે તો તેમને ઘણું શીખવા મળશે.