ઘડાકો@પાલનપુર: આખરે ગાંજાના નામે પોલીસે તોડ કર્યાની લેખિત ફરીયાદ

અટલ સમાચાર,મહેસાણા બનાસકાંઠા જીલ્લામાં ગત દિવસોએ પરપ્રાંતીયોની વિગતો માટે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની પોલીસ દ્વારા ઠેર-ઠેર તપાસ થઇ હતી. આ દરમ્યાન SOG પોલીસના P.I સહિતના અધિકારીઓએ કોલ્ડ સ્ટોરેજના વેપારીઓને ધમકાવી તોડ કર્યાની ચર્ચા થઇ હતી. ચર્ચાની સામે અટલ સમાચાના ડોટ કોમનો અહેવાલ જોઇ SPએ તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન માલગઢના વેપારીએ પોતાની જોડે પોલીસે ગાંજાના
 
ઘડાકો@પાલનપુર: આખરે ગાંજાના નામે પોલીસે તોડ કર્યાની લેખિત ફરીયાદ

અટલ સમાચાર,મહેસાણા

બનાસકાંઠા જીલ્લામાં ગત દિવસોએ પરપ્રાંતીયોની વિગતો માટે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની પોલીસ દ્વારા ઠેર-ઠેર તપાસ થઇ હતી. આ દરમ્યાન SOG પોલીસના P.I સહિતના અધિકારીઓએ કોલ્ડ સ્ટોરેજના વેપારીઓને ધમકાવી તોડ કર્યાની ચર્ચા થઇ હતી.

ચર્ચાની સામે અટલ સમાચાના ડોટ કોમનો અહેવાલ જોઇ SPએ તપાસ શરૂ કરી હતી. આ દરમ્યાન માલગઢના વેપારીએ પોતાની જોડે પોલીસે ગાંજાના નામે તોડ કરી 1.80 લાખ પડાવ્યાની લેખિત ફરીયાદ કરતા ખળભળાટ મચી ગયો છે.

ઘડાકો@પાલનપુર: આખરે ગાંજાના નામે પોલીસે તોડ કર્યાની લેખિત ફરીયાદ

જાણો શું છે સમગ્ર કેસ: તોડ@ડીસા: બીજા વેપારીનો SPને ફોન, પોલીસે મારા પણ દોઢ લાખ પડાવ્યા

બનાસકાંઠા જીલ્લાના ડીસા સહિતના પંથકમાં એસઓજી પોલીસના P.I ડાભી અને PSIએ વિવિધ વેપારી મથકોએ તપાસ કરી હતી. પરપ્રાંતીય મજૂરોની વિગતો મેળવતા દરમ્યાન ડીસાના કેટલાક કોલ્ડ સ્ટોરેજ વેપારીઓને પોલીસે શિકાર બનાવ્યાની વાત સામે આવી હતી. SOG પોલીસે પરપ્રાંતીયોના નામે પુછપરછ કરી કોલ્ડ સ્ટોરેજના કમ્પાઉન્ડમાં અચાનક ગાંજાનો છોડ જોઇ ડરાવી ધમકાવી તોડ કર્યો હોવાની રજૂઆત થઇ છે. ડીસા નજીક માલગઢના વેપારીએ SOG પોલીસ વિરુદ્ધ SPને લેખિત ફરીયાદ કરતા ચકચાર મચી ગઇ છે.

ઘડાકો@પાલનપુર: આખરે ગાંજાના નામે પોલીસે તોડ કર્યાની લેખિત ફરીયાદ

આ પણ વાંચો : બ્રેકિંગ@ડીસા: વેપારીના ગોડાઉને SOG પોલીસ હતી, DySP કરશે તોડની તપાસ

ભીલડી હાઇવે પર આવેલા વિકાસ કોલ્ડ સ્ટોરેજના માલિક અશ્વિન ખેતાજી માળીએ પોતાની સાથે SOG ક્યારે અને કેવી રીતે તોડ કર્યો તે સહિતનું વિવરણ દર્શાવી લેખિતમાં SPને ફરીયાદ કરી છે. SOG પોલીસ પહેલા સુરેન્દ્રનગરના પાર્સિંગવાળી GJ.13.NN.3101 નંબરની ખાનગી ગાડીમાં કેટલાક માણસો આવ્યા બાદ ગેરકાયદેસર મંડળી રચી, ડરાવી-ધમકાવી, ગાંજાના કેસમાં ફસાવી દેવાની બીક બતાવી રૂ.1.80 લાખનો તોડ થયો હોવાની ફરીયાદ આપતા મામલો ગંભીર બન્યો છે.ઘડાકો@પાલનપુર: આખરે ગાંજાના નામે પોલીસે તોડ કર્યાની લેખિત ફરીયાદ

શું કહ્યું SOG પોલીસના P.I. ડાભીએ ?

સમગ્ર મામલે એસઓજી પોલીસના P.I ડાભીનો સંપર્ક કરતા માત્ર તપાસ કરી હોઇ તોડની વાત ઉપજાવી કાઢેલી અને આક્ષેપ હોવાનું કહ્યું છે. અમારે માત્ર તપાસ કરવાની હોઇ ગાંજાના કેસમાં તોડની કોઇ બાબતો ન કરી હોવાનું જણાવ્યુ છે. જોકે SPના આદેશથી અને સીધા નજર હેઠળ તપાસ ચાલુ હોઇ ટુંક સમયમાં ઘટના અંગે મોટો ભાંડો ફુટે તેવી આશંકા છે.