આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

બનાસકાંઠામાં વેપારીઓને નાની-નાની બાબતોમાં કાયદાનો ડર બતાવી ખુદ પોલીસ અજીબ વર્તન કરતી હોવાનું બહાર આવ્યુ છે. ડીસાના વેપારી સાથે ગણતરીના દિવસો પહેલા તોડ થયાની વાત સામે હજી તપાસ માંડ શરૂ થઇ તો અન્ય એક વેપારી સામે આવ્યા છે. માલગઢ નજીક બટાકાના વેપારીએ બનાસકાંઠા SPને ફોન કરી પોલીસ પોતાની પાસેથી પણ દોઢ લાખની રકમ પડાવી લીધી હોવાની રજૂઆત કરી છે. જેથી SPએ લેખિત ફરીયાદ આપવા અનુરોધ કર્યો છે.

આ પણ જાણો : ચકચાર@ડીસા: કથિત પોલીસે વેપારીનો અઢી લાખનો તોડ કર્યો, પિડીત તપાસમાં 

ડીસા-રાણપુર વચ્ચે આવેલ કોલ્ડસ્ટોરેજના વેપારી સાથે તોડ થયાની ચર્ચા સામે આવતા હડકંપ મચી ગયો હતો. SOG પોલીસે પરપ્રાંતીયોની તપાસ દરમ્યાન ગાંજાના છોડને લઇ વેપારી સાથે કાયદાકીય ગતિવિધિ કરી હતી. જેમાં વેપારી સાથે ભારે ગરમાગરમીને અંતે પોલીસે અઢી લાખ પડાવ્યા હોવાની વાતને લઇ બનાસકાંઠા SPએ તપાસના આદેશ કર્યા છે. હજુ તપાસતો માંડ શરૂ થઇ તેમાં નવા એક વેપારી સાથેના તોડનો ઉમેરો થયો છે.

આ પણ જાણો: બ્રેકિંગ@ડીસા: વેપારીના ગોડાઉને SOG પોલીસ હતી, DySP કરશે તોડની તપાસ 

સુત્રોએ જણાવ્યુ હતુ કે, માલગઢ નજીકના માળી વેપારી અને રાજકીય આગેવાને સમગ્ર મામલે SPને ફોન કરી રજૂઆત કરી હતી. પોલીસે બે થી ત્રણ મુદ્દાઓ સાથે વેપારી કમ નેતાની ગેરહાજરીમાં કોલ્ડસ્ટોરેજ આવી દોઢ લાખ પડાવી લીધા હોવાનું જણાવતા SP ચોંકી ગયા હતા. જેથી એસપી પ્રદીપ સેજુળે વેપારીને લેખિતમાં ફરીયાદ કરવા જણાવતા પોલીસની ભુમિકા સામે સવાલો વધુ ગંભીર બન્યા છે.

ખોટું બોલી ગેરમાર્ગે દોરી પોલીસે પૈસા પડાવ્યા

માલગઢ નજીકના વેપારીએ જણાવ્યુ હતુ કે, પોલીસ જયારે ગોડાઉન પર આવી ત્યારે અમારા માણસોએ સાહેબ કયાંથી આવ્યા ? તેવું પૂછ્યું હતુ. તેના જવાબમાં બનાસકાંઠા પોલીસના કર્મચારીઓએ ગાંધીનગરથી સ્પેશ્યલ ઓપરેશનમાં આવ્યા હોવાનું કહી ગેરમાર્ગે દોર્યા હતા. ગાડીના નંબર આધારે અમે તપાસ કરતા બનાસકાંઠાની પોલીસ હોવાનું ધ્યાને આવ્યુ હતુ. આથી ડીસા ડીવાયએસપીને રૂબરૂ મળી રજૂઆત કરી તેમજ એસપીને ટેલિફોનિક રજૂઆત કરી છે. જોકે મંગળવારે લેખિત ફરીયાદ આપવાની તૈયારી કરી છે.

ઘટના બન્યાને 20 દિવસથી વધુ સમય

સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા એસઓજી દ્વારા જીલ્લાભરમાં આતંકવાદી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને લઇ તપાસ ચલાવી હતી. આ દરમ્યાન વિવિધ વેપારીઓને ત્યાં કામ કરતા પરપ્રાંતીયોની તપાસ અને પુછપરછ કરવાની હતી. જેમાં જે જે વેપારીઓના કોલ્ડસ્ટોરેજ ઉપર જે જે બાબતો સામે આવી તેમાં અનેક વેપારીઓ સાથે તોડ થયાની વાતથી ખળભળાટ મચી ગયો છે. જોકે, SPએ સમગ્ર મામલે દૂધ અને દૂધનું પાણી અલગ કરવાની જેમ તપાસના આદેશ કરતા ટુંક સમયમાં હકીકતલક્ષી અહેવાલ બહાર આવે તેમ છે.

મામલાની ગંભીરતા જોતા તપાસને અંતે સસ્પેન્સન થઇ શકે

વેપારીઓ સાથે પોલીસનો તોડ અત્યંત કમનસીબ હોવાથી SPએ તપાસની ગતિવિધિ વધારી દીધી છે. જેમાં આક્ષેપ કરનાર વેપારીઓ પણ સક્ષમ અને જવાબદાર નાગરિક હોવાથી રજૂઆતમાં દમ હોવાનું મનાય છે. આથી જો તોડની સત્યતા સામે આવે તો અનેક પોલીસ કર્મચારી વિરૂધ્ધ ફરીયાદ દાખલ થવાની અને સસ્પેન્ડ થવાની સંભાવના છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code